વલસાડના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની નિવૃત પ્રોફેસર રઘુ ગાંવિતની પુત્રી પ્રાંતિજ તાલુકાના સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય સોનાસણમાં બી.આર.એસમાં હોર્ટિકલ્ચર વિષય સાથે અભ્યાસ કરી હતી. જે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી ફાઈનલ પરીક્ષામાં ૮૧.૭ ટકા મેળવી કોલેજ તથા રાજ્ય કક્ષાએ અગ્રેસર રહી હતી. ગત રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યની કુલ ૩૨ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના ૩૫૯ વિધાર્થીઓનો પદવીદાન સન્માન સમારંભ યોજાયો હતો.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને વિધાનસભાના અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ પદવીદાન સન્માન સમારંભમાં ૩૫૯ વિધાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ૮૦ ટકા કન્યા હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. જેમાં ધરમપુરના કરંજવેરી ગામની આદિવાસી વિધાર્થિની પ્રકૃતિ ગાંવિતનો સમાવેશ થાય છે.
ગોલ્ડમેડલથી સન્માનિત કરાયેલી પ્રકૃતિ ગાંવિતે કોલેજ તથા ધરમપુર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.તે બદલ પિતા નિવૃત અધ્યાપક રઘુભાઈ ગાંવિત, માતા સુમંતીબેન ગાંવિત, બહેન વિરલ ગાંવિત (શિક્ષકા વાપી હાઈસ્કુલ) તથા કોલેજના આચાર્ય અને અધ્યાપકો દ્વારા પ્રકૃતિબેન ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવી હતી