સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લાં પાંચ વર્ષથી નાસતા ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી દિપક ઉર્ફે રાજુ મચ્છીન્દ્ર કાનહરકરની બાતમી હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરૂભા અને પોલીસ કોન્સ્ટેબલ હસમુખને મળતા ભેજાબાજ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સ સામે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હોવાની માહિતી મળી હતી. હાલ તો પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
કામગીરી કરનાર ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ LCB
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી પાંચાણી
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરૂભા
પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજી
પોલીસ કોન્સ્ટેબલ ધનંજય ઈશ્વર
પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ અરૂણ જાલમસિંગ
આ તમામ પોલીસના માણસો તેમજ LCB અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.