નિઝર પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો વણશોધાયેલો ગુનો શોધી કાઢી આરાપીને મુદ્દામાલ સાથે તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ઝડપી લીધો હતો. તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો કુકરમુન્ડા તેમજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઈ જયેશ અને પોલીસ કોસ્ટેબલ રાહુલ, પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રને ખાનગી રીતે બાતમી મળતા આરોપી વિશાલ રણજીત ઠાકરે અને આરોપી નાગરસિંગ ઓંકારસિંગ સીકલીગરને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સોની તપાસ કરતા એક આરોપીના ખિસ્સામાંથી અલગ-અલગ ઘરેણા મળી આવ્યા હતા. જે ઘરેણા મુદ્દે પૂછપરછ કરતા આશરે એકાદ મહિના પહેલા વેલ્દા ગામે રાત્રીના સમયે એક બંધ મકાનનું તાળુ તોડી ઘરમાં રહેલા કબાટમાંથી રોકડા રૂપિયા બે લાખ તેમજ સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જે ગુનાના આરોપીઓને પોલીસ શોધી રહી હતી. પરંતુ આરોપીઓ પોલીસની પકડમા આવતા ન હતા. પરંતુ આ વખતે તાપી LCB અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ આરોપીને ઝડપી પાડી વણશોધાયેલો ગુનો ઉકેલી નાખ્યો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. વસાવા
એ.એસ.આઈ આનંદજી ચેમાભાઈ
એ.એસ.આઈ જગદીશ જોરારામ
એ.એસ.આઈ જયેશ લીલકીયા
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભા
પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગમ્બર
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્ર
આ પોલીસના માણસોએ ચોરીના ગુનાના આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા છે.