પ્રિસ્ક્રીસ્પ્શન વગર દવાઓનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર સંચાલકો વિરૂદ્ધ તાપી જીલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુસાર રાજ્યના મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીસ્પ્શન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય છે. તેવી શિડ્યુલ H,H1 તથા X મુજબની દવાઓ અંગે મેડીકલ સ્ટોરમાં ચેકિંગ કરવા અને રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
10 મેડીકલ સ્ટોરના માલિકો-સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી
જે સૂચના અન્વયે તાપી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાપી જીલ્લામાં આવેલી મેડીકલ સ્ટોરોમાં ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. જે કાર્યવાહી કરવા માટે કુલ 32 પોલીસની ટીમો બનાવી 156 મેડીકલ સ્ટોરમાં ચેકિંગ કરતા કુલ-10 મેડીકલ સ્ટોરના માલિકો-સંચાલકો વિરુદ્ધ ડ્રગ્સ એન્ડ કોમેસ્ટીક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી કરવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની પણ મદદ લેવામાં આવી હતી.