અમદાવાદ શહેરની સ્કૂલોને ફરી એકવાર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં રાબેતા મુજબ વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા ગયા હતા. આ બધાં વચ્ચે અચાનક અમદાવાદ શહેરની 15 જેટલી સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બાળકો અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
કઈ-કઈ સ્કૂલોને મળી ધમકી ?
સેંટ ઝેવિયર્સ, DPS બોપલ, સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચને મળ્યો મેઇલ
ઘાટલોડિયાની કેલોરેક્સ અને સ્વયમ સ્કૂલને ધમકી મળી
વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
SP રીંગ રોડ પર આવેલી જીનિવા ઇન્ટરનેશનલ સ્કૂલને મળી ધમકી
ઉસ્માનપુરાની ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી
નરોડાની JD હાઇસ્કૂલ, સેટેલાઇટની રેડ બ્રિક્સ સ્કૂલ, ધમકી ભર્યા મેઇલ મળ્યા
અમદાવાદની 15 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઇલ મળ્યા
પાલડીની દિવાન બલ્લૂભાઈ સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ધમકી બાદ સ્કૂલમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે. વાલીઓ સ્કૂલમાં આવી બાળકોને ઘરે લઈ ગયા હતા. તો બીજી તરફ ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ સ્કૂલમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ, SOG, ડોગ સ્કવૉડ, બોમ્બ સ્કવૉડની વિવિધ ટીમો દ્વારા ધમકી વાળી સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
મેઈલમાં ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન હોવાનો ઉલ્લેખ
અત્યારે જે સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન હોવાનો મેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેઈલમાં મોદી-શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણવામાં આવ્યા છે. ખાલિસ્તાન, બાંગ્લાદેશ જિંદાબાદનો પણ મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બપોરે ૧.૧૧ વાગ્યે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.૨૬મી જાન્યુઆરીએ સ્કૂલમાં તિરંગો નહીં ફરકાવવાની ધમકી પણ આપવામાં આવી છે.બૉમ્બની ઘટના બાદ મેઇલ અંગે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે સ્કૂલોમાં ચેકિંગ દરમ્યાન કોઈ વાધાજનક વસ્તૂ મળી નથી.
DEO રોહિત ચૌધરીનું નિવેદન:-
બૉમ્બની ધમકી મુદ્દે અમદાવાદ DEOએ જણાવ્યું કે, શહેરની કેટલીક સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઈ વાંધાજનક વસ્તૂઓ મળી નથી. પરંતુ જેટલી પણ સ્કૂલોને ધમકી મળી હતી. તે સ્કૂલોના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.



