ગુજરાતના રાજકારણમાં હાલમાં અફરાતફરાનો માહોલ જામ્યો છે. કારણે કે, ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણની પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ ગુરૂવારે રાજીનામાં આપી દીધા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.
જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે. ત્યાર બાદ નવા મંત્રીમંડળનું લીસ્ટ પણ સામે આવી જશે. મહત્વનું કે દાદાની નવી ટીમાં કોનો સમાવેશ થાય છે તે સૌથી મોટી વાત છે.
