કમોસમી વરસાદથી ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતી પાકમાં નુકસાન થયા બાદ ખેડૂતોએ વિરોધનો સૂર શરૂ કર્યો હતો. આ બધાં વચ્ચે ગુજરાત સરકારે 10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ આ રાહત પેકેજનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજને કોંગ્રેસે મજાક સમાન ગણાવ્યું છે.
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાક નુકસાની મુદ્દે નિવેદન:-
કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાક નુકસાની મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, સહાય પેકેજના નામે ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી છે. “16 હજાર ગામડાઓ વચ્ચે માત્ર રૂપિયા 10 હજારનું રાહત પેકેજ યોગ્ય નથી..”વીઘે સરકારે માત્ર રૂપિયા 3500ની સહાય જાહેર કરી છે તે મજાક સમાન છે.”કીડી જેવડા રાહત પેકેજને હાથી જેવું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાના આરોપ કરવામાં આવી રહ્યા છે.”સરકારે જાહેર કરેલી રાહત પેકેજથી ખેડૂતો નિરાશ હોવાનો પણ દાવો કરવામા આવ્યો છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો રાહત પેકેજનો વિરોધ કરી રહ્યા છે.


