વાલોડ, સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં નાસતા-ફરતા આરોપી તથા વ્યારા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનાના આરોપીઓને મોટર સાયકલ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ ધર્મેશ મગનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સનને ખાનગી રીતે બાતમી મળતા વ્યારાના સીંગી ફળીયાથી ઘાટા તરફ જતા રોડ પરથી વાલોડ પોલીસ સ્ટેશન, સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી અને છેલ્લાં કેટલાક સમયથી ફરાર થયેલા આરોપીઓ દિપક દિનેશભાઈ વસાવા, ભાવેશ ભગુભાઈ વસાવાને ઝડપી લેવામાં આવ્યા છે. ભેજાબાજ શખ્સોએ આશરે એકાદ વર્ષ પહેલા સરૈયા ગામના એક ઘરના આગળના ભાગેથી યુનિકોર્ન મોટર સાયકલની ચોરી કરી હતી. પકડાયેલા શખ્સો પાસેથી તમામ મુદામાલ જપ્ત કરી આરોપીઓની વધારે તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ:-
ભરૂચ વાલીયા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.
સુરત ગ્રામ્ય, બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો
સુરતના માંગરોળ પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ
નર્મદાના સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો
વાલોડ પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ
સોનગઢ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
હેડ કોન્સ્ટેબલ ધર્મેશ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસન
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળભાઈ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વીરજીભાઈ
હેડ કોન્સ્ટેબલ તેજશ તુલસીરાવ
આ તમામ પોલીસના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. પોલીસ પકડમાં આવેલા આરોપીઓના ઈતિહાસ જોતા લાગે છે કે, આ ભેજાબાજ આરોપીએ છેલ્લાં કેટલાક વિસ્તારમાં બાઈક ચોરી કરી આ વિસ્તારમાં હાહાકાર મચાવી રાખ્યો હતો. પણ અત્યારે પોલીસ પકડમાં આવી જતા અનેક ગુના પોલીસે ઉકેલી નાખ્યા છે.



