ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે.. પકડાયેલા તમામ આતંકીઓના પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પર્દાફાશ થયો છે..મહત્વનું છે કે, UPના આતંકી આઝાદ અને સુહેલને પાકિસ્તાન હેન્ડલર સુફિયાન ટાસ્ક આપતો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. આતંકી અહેમદને પાકિસ્તાન હેન્ડલર અબુ ખદીજાએ બેગ લેવાનું ટાસ્ક આપ્યું હતું. ભેજાબાજ આતંકીઓ ટેલીગ્રામ દ્વારા હેન્ડલરના સંપર્કમા રહેતા હતા. દેશના દુશ્મન આતંકીઓએ ભારતમાં ISIS અને ISKPના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનું ખુલાસો કર્યો છે.
આતંકીઓ બીજી વખત ગુજરાત આવ્યા અને રોકાયા હતા:-
ATSની પકડમાં આવેલા બન્ને આતંકીઓએ અગાઉ એક લાખ રૂપિયા ભરેલી બેગ રાજસ્થાન હનુમાન ગઢ પાસેથી મેળવીને કલોલ હાઈવે ખાતે મુકી હતી..એક લાખ ભરેલી બેગ લેવા માટે આતંકી હૈદરાબાદથી કલોલ આવ્યો હતો.આતંકી ગુજરાતમાં બે વખત ડિલિવરી માટે અમદાવાદમાં આવ્યો હતો. મહત્વનું છે આતંકી અમદાવાદની લાલ દરવાજા પાસે આવેલી લકી હોટેલ પાસે ગ્રાન્ડ એમબીયન્સમાં રોકાયા હતા. આતંકીઓ બે મહિના પહેલા પણ આજ હોટલમાં રોકાયો હોવાનો તપાસમાં ખુલાસો થયો. આતંકીઓની પૂછપરછમાં હજુ પણ અન્ય ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે.

