ગુજરાતમાં લાંચિયાઓની ભરમાર યથાવત છે. ACB ગુજરાતના ગમે તે જિલ્લામાંથી એક આરોપીને પકડીને જેલમાં પૂરે ત્યાં તો બીજા શખ્સો રૂપિયાની લેવડ-દેવડ કરતા ACBના સકંજામાં આવી જતા હોય છે. આ બધાં વચ્ચે વડોદરા ખાણ ખનીજ વિભાગનાં લાંચિયા અધિકારીઓ ઝડપાય ગયા છે. પોલીસે વોન્ટેડ ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શખ્સોએ 2 લાખની લાંચ લેતા ખાણ ખનિજ વિભાગનાં 2 કર્મચારીઓને ઝડપી લીધા છે.
પકડાયેલા શખ્સોએ રેતીનો સ્ટોક કરવા માટે ઓનલાઇન અરજી પર 2 લાખની માંગી હતી લાંચ ઘટના સામે આવતા બંને લાચિયા અધિકારીઓ પોલીસ પકડથી બચવા માટે પોલીસ પકડથી નાકતા-ફરતા હતા. પરંતુ પોલીસે મહા મહેનતે લાંચ કેસમાં અઢી મહિનાથી ફરાર બંને અધિકારીઓને ઝડપી પાડી જેલના પાંજરે પૂરી દીધા છે. અધિકારીઓની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા બંને શખ્સોની ધરપકડ કરી જેલમાં પૂરી દેવામાં આવ્યા છે.