આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લામાં ખાનગી બસમાં ભીષણ આગ લાગતા 20થી વધારે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ગુરુવારે મધરાત્રે લગભગ 3-30 વાગ્યે આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. હૈદરાબાદ-બેંગાલુરૂ રૂટ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ બાઇક બસ નીચે ફસાઇ ગઇ અને ઇંધણની ટાંકી સાથે અથડાઇ હતી. જેના કારણે બસમાં તરત જ આગ લાગી ગઈ હતી.
બસમાં 42 મુસાફરો સવાર હતા:-
બસમાં 42 મુસાફરો સવાર હતા, જેમાંથી લગભગ 20થી વધુ લોકો જીવતા ભડથું થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે આ ઘટનમાં 12 જેટલા મુસાફરો ઇમરજન્સી એક્ઝિટથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ઘટના બાદ ફાયર ટીમ, પોલીસ તેમજ સ્થાનિકોએ બચાવ કામગીરી લાગી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઘણા મૃતદેહો સંપૂર્ણપણે રીતે બળીને ખાખ થઈ ગયા હતા.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ શોક વ્યક્ત કર્યો:-
આગની દુર્ઘટના પર રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સહિતના મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશના કર્નૂલમાં બસ અકસ્માતની ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.



