આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓને સાથે રાખીને ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે જઈ આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃતિ ફરી શરૂ કરાવવા માટે માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉચ્ચ અભ્યાસક્રમો માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃતિની યોજનામાં 25 ટકા રાજ્ય સરકાર અને 75 ટકા કેન્દ્ર સરકાર તરફથી શિષ્યવૃતિની વર્ષોથી ચાલતી આ યોજના ઓક્ટોબર-2024માં ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને બંધ કરી દેતા અંદાજે 60,000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી હતી.તે પછી આપ દ્વારા રજૂઆત કરાતા સરકારે આ યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી પરંતુ આજદિન સુધી તેનો અમલ થયો નથી. હવે આ યોજના શરૂ નહી થાય તો 9 ડિસેમ્બરે વિદ્યાર્થીઓને સાથે રાખીને ગાંધીનગર સચિવાલયને ઘેરાવ કરવામાં આવશે. સાથે જ વિધાનસભાનો પણ ધેરાવ કરવામાં આવશે તેવું નિવેદન ચૈતર વસાવાએ આવ્યું છે.
આજ રોજ આદિજાતિ વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે રજૂઆત કરી.
ગયા વર્ષે સરકારે આદિજાતિ વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ કરી, જેનાથી 60000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે.
અગાઉ પણ અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો અને વિધાનસભામાં પણ આ… pic.twitter.com/1E21nN1BaX— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) November 25, 2025

