સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ ખાતે કોલેજનાં આચાર્ય ડૉ. રાજેશભાઈ પટેલ સાહેબનાં માર્ગદર્શનથી કોલેજનાં અર્થશાસ્ત્ર અને કોમર્સ વિભાગ તથા સૂરત જિલ્લા સહકારી સંઘ, સૂરત (બારડોલી)નાં સંયુક્ત ઉપક્રમે સોનગઢ કોલેજ ખાતે “યુવક સહકારી શિક્ષણ તાલીમ ” વર્ગનું તારીખ 18/08/2025થી 23/08/2025 દરમિયાન આયોજન કરવામાં આવેલ હતું.
જે કાર્યક્રમના સમાપનનાં અંતિમ દિવસે કોલેજનાં આચાર્યએ તાલીમની ફળશ્રુતિ સંદર્ભે વિદ્યાર્થીને માર્ગદર્શિત કર્યા. જયારે વિદ્યાર્થીઓએ તાલીમનાં લાભો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. અંતે સૂરત જિલ્લા સહકારી સંઘ (બારડોલી) માંથી ઉપસ્થિત ટ્રેનર વિજયભાઈ ચૌધરી દ્વારા તાલીમ સંદર્ભે વિદ્યાર્થીઓનો ઉત્સાહ, જિજ્ઞાશા અને કોલેજનાં આચાર્ય સહીત મળેલ સહકાર બદલ કોલેજ પરિવારનો આભાર વ્યક્ત કર્યો.
જયારે કોમર્સ વિભાગનાં અધ્યાપક નિલેશભાઈ ગામીત દ્વારા કાર્યક્રમનાં આયોજન અને સફળતા સંદર્ભે આપેલ યોગદાન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો અને કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ. કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ ઉમેશ જે. ચૌધરીએ કર્યું હતું.