ગુજરાતના 33 જિલ્લાઓમાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે..નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા થશે નવા તાલુકાઓની રચના..જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે.
ક્યા તાલુકાઓનું વિભાજન થશે ?
ખાસ કરીને સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો બનશે. લુણાવાડામાંથી કોઠંબા, દેડિયાપાડામાંથી ચીકદા, વાપી, કપરાડા અને પારડી તાલુકામાંથી નાના પોંઢા,સોનગઢમાંથી ઉકાઇ, માંડવીમાંથી અરેઠ,મહુવામાંથી અંબિકા,થરાદમાંથી રાહ નવો તાલુકો,વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે.. આ ઉપરાંત કાંકરેજમાંથી ઓગડ નવો તાલુકો,દાંતામાંથી હડાદ નવો તાલુકો ઝાલોદમાં ગુરુ ગોવિંદ લીમડી નવો તાલુકો,ફતેપુરામાંથી સુખસર, જેતપુર પાવીમાંથી કદવાલ નવો તાલુકો, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ નવો તાલુકો,ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો,બાયડમાંથી સાઠંબા નવો તાલુકો બનશે.
સોનગઢ તાલુકાના વિભાજન મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો હતો
થોડા સમય પહેલા જિલ્લા-તાલુકા કોંગ્રેસ અને સરપંચના ગૃપો દ્વારા સોનગઢમાંથી ઉકાઈ તાલુકાના વિભાજન મુદ્દે વિરોધ કર્યો હતો. પરંતુ તેની કંઈ અસર જોવા ના મળી આખરે બુધવારે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે.