ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં પોલીસ વિભાગના ૨૪૧ પીએસઆઈને પીઆઈ તરીકેની બઢતી આપવામાં આવી ચુકી છે. પણ હજીસુધી તેઓને ચાર્જ સોંપવામાં આવ્યો નથી. પ્રમોશન મળ્યા પછી પણ પીઆઈનો ચાર્જ નહીં મળતા ૨૪૧ પીએસઆઈ મુંઝવણમાં મુકાયા છે. તારીખ ૨૦ ફેબુ્રઆરીના રોજ સમગ્ર રાજ્યના ૧૫૯ પીએસઆઇને એકસાથે પીઆઇના પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઓર્ડર બાદ તારીખ ૭ એપ્રિલના રોજ વધુ ૩૩ અને તારીખ ૯ એપ્રિલના રોજ વધુ ૪૯ પીએસઆઇને પીઆઇના પ્રમોશન આપવાના ઓર્ડરો કરવામાં આવ્યા હતાં. આમ છેલ્લા છ માસ દરમિયાન કુલ ૨૪૧ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પીઆઇ બની ગયા છે પરંતુ તેઓ હજી પણ જે તે શહેર અથવા જિલ્લામાં જ છે.
PSIને પી.આઇની બઢતી છતાં પોસ્ટિંગ નહીં !
પીએસઆઇમાંથી પીઆઇ બનેલા તમામ પોલીસ અધિકારીઓ ક્યારે અમારી બદલી થાય તેની રાહ જોઇને બેઠા છે. કેટલાંકે તો નવી જગ્યાઓ માટે લોબિંગ પણ શરૃ કરી દીધું છે. પીઆઇ બની ગયેલા અધિકારીઓ હવે નવા સ્થળે હાજર થવા માટે ઉત્સાહિત હતા પરંતુ હવે તેમનો ઉત્સાહ પણ મહિનાઓ થતાં ઓસરી ગયો છે. પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચા મુજબ પીઆઇથી ડીવાયએસપીના પ્રમોશન આપ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર પીઆઇનું પોસ્ટિંગ કરાશે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની ચિંતાઓ વચ્ચે પોલીસ વિભાગની આ ઉદાસીનતા ગંભીર છે. પ્રજાની માંગે છે કે 241 બઢતી પામેલા અધિકારીઓને તાત્કાલિક પોસ્ટિંગ અપાવવી જોઈએ. આ મુદ્દે હજી સુધી સરકાર અથવા પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.