172 નિઝર વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય ડૉ. જયરામ ગામીત બન્યા રાજ્યકક્ષાના મંત્રી, રાજ્યપાલની હાજરીમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. જયરામ ગામીત તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 2016થી કાર્યભાર સાંભળ્યો હતો. વર્ષ 2022માં પ્રથમ વખત તેઓ ચૂંટાયા હતા.
ડૉ.જયરામ ગામીત ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તાપી જિલ્લાના નિઝર બેઠક પરના ધારાસભ્ય ડૉ.જયરામ ગામીત રાજ્યકક્ષાના મંત્રી બનતા તાપી જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર ગામીત સમાજમાં પણ ખુશીનો માહલો જોવા મળી રહ્યો છે.

