ચંદેરિયા વાઇટ હાઉસ ખાતે ગરીબોના મશિહા આધુનિક બિરસા અને ઝઘડિયાના માજી ધારાસભ્ય આદરણીય છોટુ વસાવા સાહેબના આદેશ અનુસાર ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની અધ્યક્ષતામા ગુજરાત રાજ્ય, જીલ્લા, અને તાલુકાના નવનિયુક્ત BTP અને BTSATS (ભારત ટ્રાયબલ સંવિધાન આદિવાસી ટાઈગર સેના)ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં ગુજરાત BTP પ્રદેશ અધ્યક્ષ તરીકે સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ, ભરૂચ જિલ્લા BTP પ્રમુખ તરીકે ચંપકભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા BTP ઉપ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ, વિનેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પ્રમુખ BTP પ્રમુખ પ્રદિપભાઈ વસાવા, વાલીયા BTP પ્રમુખ તરીકે રૂપેશભાઈ વસાવા, ઝઘડિયા BTP પ્રમુખ તરીખે, વિજયભાઈ વસાવા, ભરૂચ જીલ્લા BTS ATS પ્રમુખ તરીકે મિતેશ ભાઈ પઢિયાર, ભરૂચ શહેર BTS AtS પ્રમુખ તરીકે કાંતિભાઈ રાઠોડ, ભરૂચ શહેર BTP પ્રમુખ તરીકે બળદેવભાઈ વસાવા. નર્મદા જિલ્લા BTP પ્રમુખ તરિકે સુનિલભાઈ વસાવા સહિત તાલુકા જિલ્લાના 50 જેટલા હોદાઓ ઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ નવનિયુકત તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને શૂભેચ્છાઓ પાઠવામાં આવી હતી.


