તાપી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડીને જિલ્લામાં આવેલી નદી, તળાવ વગેરે જળાશયો પર કોઈપણ વ્યક્તિઓ અને પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા સ્થળોએ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે જાહેરનામા મુજબ વ્યારા ટાઉન વિસ્તારમાં આવેલી નગરપાલિકા હસ્તકનું તળાવ, ઉકાઇ ડાબા કાંઠા નહેર, છીંડીયા ગામે, ચાંચ ફળિયામાં ઝાંખરી નદીના કિનારો, વેલ્દા બંઘાર ફળિયામાં વિશ્રામગૃહ પાસે અમૃતસરોવર, ઇન્દુ તથા રામકુવા,ચિખલી ગામે મીંઢોળા નદી તેમજ ચિખલી ડેમનો વિસ્તાર, વિરપુર તાડકુવા કાટગઢ ગામોમાં મીંઢોળા નદી કિનારાનો વિસ્તાર,ચુનાવાડી ખાપરી નદી નજીકનો વિસ્તાર,થુટી (ઇરીગેશન),ઉકાઇ જળાશયનો વિસ્તાર ઉચ્છલ તાલુકો, જામકી (મીનીગોવા), ઉકાઇ જળાશયનો વિસ્તાર, હરીપુર,વડદેખુર્દ (ઇરીગેશન), ઉકાઇ જળાશયનો વિસ્તાર, કણઝા.કાળાવ્યારા,બેડકુવાદુર ગામે તાપી નદીના કિનારાનો વિસ્તાર,પદમડુંગરી ઇકોટુરીઝમની બાજુમા આવેલ અંબિકા નદીના બ્રિજ પાસેનો વિસ્તાર,વાલોડ વાલ્મીકી નદીના પુલ પાસેનો વિસ્તાર,બાજીપુરા બજાર પાસે, મિંઢોળા નદીના નાના પુલ પાસેનો વિસ્તાર વાલોડ તાલુકો, ડોસવાડા ડેમસાઇટ, ઉકાઇ ડેમના જળાશય હેઠળનો સંપુર્ણ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. જિલ્લામાં આ પ્રતિબંધથી માછીમારી સાથે સંકળાયેલા લોકોને બાકાત રાખવામાં આવેલા છે. આ જાહેરનામું તારીખ ૧૯/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે તેવી પણ સૂચના આપવામાં આવી છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
તાપી જિલ્લામાં આવેલા નદી-જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ
samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.