હીરા નગરી ગણાતા સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી સોનાના દાગીના બનાવાનું કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ પકડમાં આવેલા કેટલાક ભેજાબાજ શખ્સો દાગીનામાં અસલી સોનું ફક્ત નામ પૂરતુ ભેળવી કરતા કૌભાંડ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે નકલી સોનું બનાવતી ગેંગના 12 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે ચાર ચેન, ચેન બનવાનું મશીન તેમજ હોલમાર્કનો સિક્કો જપ્ત કર્યો છે.
23 ટકા ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો મારી દેતા:-
પોલીસ પકડમાં આવેલા શખ્સો 100 ટકામાં 23 ટકા ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો મારી કરતા હતા વેચાણ જેથી સોનું લેનારા લોકોને સોના જેવું જ લાગતું હતું. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ શખ્સો એક મહિનાથી કારખાનું ચલાવાતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વેપારીઓ શિવ મંદિર પાસે આવેલા જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનું આપવા ગયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જ્વેલર્સના માલિકને ડુપ્લિકેટ સોનું હોવાની જાણ થતાં પોલીસને કરી ફરિયાદ હતી. જે બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તમામ આરોપીઓની ધરપકડ કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની યોગ્ય તપાસ બાદ સામે આવશે કે, આરોપીઓએ છેલ્લાં કેટલા સમયથી ડુપ્લિકેટ સોનું વેચી રહ્યા હતા. અત્યાર સુધીમાં કેટલા લોકોનું સોનું વેચ્યું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.