નિવૃત્ત શિક્ષકોની ભરતી મુદ્દે ગુજરાત શિક્ષણ વિભાગે યુટર્ન લીધો હોવાની માહિતી મળી રહી છે. 25 જુલાઈના રોજ નિવૃત શિક્ષકોને લેવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યના ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળતા શિક્ષણ વિભાગે યુટર્ન લીધા બાદ નિવૃત શિક્ષકોને ભરતી કરવાનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં એી જાહેરાત કરવામાં આવી હતી કે, નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યના ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓમાં નારાજગી તેમજ સોશ્યિલ મીડિયામાં વિરોધ શરૂ થતાં પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કર્યો:-
રાજ્યના શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોને ફરીથી નોકરી પર લેવા અંગેનો પરિપત્ર રદ કરી દીધો છે. 25 જુલાઈ (એટલે શુક્રવારે) જાહેર કરવામાં આવેલો શિક્ષણ વિભાગનો પરિપત્ર રદ કરાયો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર એવી જાણકારી આપવામાં આવી હતી કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા માટે નિવૃત્ત શિક્ષકોને ફરીથી નોકરી પર લેવાની સૂચના આપવામાં આવી હતી.. જે બાદ નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતી પ્રક્રિયાનો વિપક્ષ પાર્ટી તેમજ ટેટના ઉમેદવારો અને શિક્ષક સંઘોએ વિરોધ કરતા શિક્ષણ વિભાગે યૂટર્ન લઈ પરિપત્ર રદ કરી દીધો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કરી દેતા શિક્ષક સંઘ અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.