વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારના સમાચારી ફળિયામાં આવેલા સરકારી આવાસના મકાનના ઓટલા પર રૂપિયા મૂકી હારજીતનો પાનાપત્તાનો જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા છે. પકાડાયેલા જુગારીઓ પાસેથી અંદાજે રૂપિયા 60,130નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભા તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળતા વાલોડ તાલુકાના સમાચારી ફળીયામાં સરકારી આવાસના મકાનના ઓટલા પર કેટલાક શખ્સો પૈસા વત્તી પાનાનો હારજીતનો જુગાર રમે છે.તેવી માહિતી મળતા એ.એસ.આઈ જયેશ લીલકીયા તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના માણસોએ બાતમીવાળીએ જગ્યાએ રેડ પાડી હતી.
પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:-
જીતેન્દ્ર કેશરભાઈ રાઠોડ,રહેઠાણ સમાચારી ફળિયું, વાલોડ
વિશાલ સુનીલભાઈ રાઠોડ, રહેઠાણ ઈદગાહ ફળિયું, વાલોડ
જયેશ રાજુભાઈ રાઠોડ, ઈદગાહ ફળિયું,વાલોડ
શેફખાન સઈદખાન પઠાણ, પાદર ફળિયું ,વાલોડ
સુનીલભાઈ ઠાકોરભાઈ રાઠોડ, સમાચારી ફળિયું વાલોડ
આરીફ અબ્દુલવહાબ શેખ, રહેઠાણ, મંજીલ ભવાની, વાલોડ
ઐયાઝ રસીદ શેખ, રહેઠાણ રોયલ પાર્ક સોસાયટી,વાલોડ
આ તમામ શખ્સો ગેરકાયદે રીતે રૂપિયા પર પત્તા પાના પર હારજીતનો જુગાર રમી રહ્યા હતા. આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરૂદ્ધમાં જુગારની કલમ-12 મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
આ કામગીરી કરનાર પોલીસની ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. વસાવા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપિસિંહ
હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભા
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
હેડ કોન્સ્ટેબલ વિનોદ,પ્રતાપભાઈ
હેડ કોન્સ્ટેબલ અરૂણભાઈ જામલસિંગ


