છોટાઉદેપુરના શિવજીપુરા ગામના વતની ગોપાલ વજેસિંગ રાઠવાએ શ્રીગોવિંદગુરુ યુનિવર્સિટીમાંથી સસ્કૃત વિષયમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરતા સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશી લાગણી જોવા મળે છે. કુલપતિ પ્રો.ડૉ.હરિ કાતરિયા
અને રજીસ્ટ્રાર અનિલ સોલંકી સાહેબના હસ્તે તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગોપાલ વજેસિંગ રાઠવાનું મહાશોધનિબંધનું શિર્ષક “રાજશેખરની નાટ્યત્રયીનું સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન” હતું.
આ અભ્યાસ અંગે ગોપાલભાઈએ જણાવ્યું કે, પીએચ.ડી કરવાનું સૌ ભાગ્ય પ્રાપ્ત થયું એનો આનંદ છે. અભ્યાસને પૂર્ણતા સુધી પહોંચાડવામાં દરેક ક્ષણે અંત:સ્ફૂરણા પૂરી પાડનાર પરમકૃપાળુ પરમાત્માને કોટિ-કોટિ વંદન કરું છું. મારા સંશોધનના માર્ગદર્શક ડૉ. કે. કે. અમીનસાહેબ, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.ભાવ પ્રકાશગાંધી, સાથી મિત્રો તથા મારા માતા-પિતા, ભાઈ-ભાભી, પત્ની અને દીકરીનો પણ આભારી છું. આપના સાથ સહકારથી ડૉક્ટરેટની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી શક્યો છું