ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુરમાં પટેલ ફળિયા ખાતે રહેતા ૭૦ વર્ષીય દલપતભાઈ રત્નાભાઈ ગામીતના ઘરે પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીએ દેશી જુવારના રોટલા અને ચુલા પર બનેલા આદિવાસી વ્યંજનોને આરોગી આ ખોરાક ખુબજ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોવાનું જણાવ્યું હતું

આ તકે જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, રાજયપાલના પરિસહાયક બલરામ મીના, પોલીસ અધિક્ષક જશુભાઈ દેસાઈ, તેમજ અન્ય અધિકારીઓએ પણ રાજ્યપાલ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.

