ગુજરાત ATS દ્વારા ફરી એકવાર દેશમાં મોટા હુમલાની ઘટનાઓને અંજામ આપનાર પાપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતનું પાટનગર ગણાતા, અડાલજ નજીકથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતાં ત્રણ શખસોને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે ઝડપી લીધા હતા. પકડાયેલા ત્રણેય શખસો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય ભેજાબાજ યુપીથી ગુજરાત આવ્યા હતા. તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે.
યોગ્ય માહિતી મળતા વોચ ગોઠવાઈ હતી:-
ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. તેવી ચોક્કસ માહિતી મળી હતી. જે બાદ ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી.
#WATCH | Ahmedabad, Gujarat | Gujarat ATS arrested Dr Ahmed Mohiuddin, Azad Suleman Shiekh and Mohd Suhel Salim Khan from near Adalaj Toll Plaza. Two Glock pistols, one Beretta pistol, 30 live cartridges, and 4 litres of castor oil were recovered from them
All three were… pic.twitter.com/037bf6C0cR
— ANI (@ANI) November 9, 2025
ATSની પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતાઓ:-
પકડાયેલા ત્રણેય આતંકીઓ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સંગઠન સાથે સંકળાયેલા હતા. તેઓ રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
આતંકવાદીઓએ ચીનમાં અભ્યાસ કર્યો છે:-
પકડમાં આવેલા આરોપી ડૉ. સૈયદ અહેમદના ફોનમાંથી ઘણી બધી માહિતી મળી આવી છે.આરોપી સૈયદ 35 વર્ષનો, ચીનથી કર્યો છે MBBSનો અભ્યાસ..ભારતમાં મોટી આતંકી ઘટનાને આપવાનો હતો અંજામ. ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો આરોપીઓ.અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતો આરોપી.


