ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ફરી એકવાર રાજ્યના વીજધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વીજળીના બિલમાં 100 યુનિટે 15 પૈસા ઘડાડવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. વીજ વપરાશના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલી જુલાઈથી કરેલા વીજ વપરાશ પર ઘટાડેલા દરે ચાર્જ વસૂલવામાં આવશે.
નિર્ણયથી 1.75 કરોડ ગ્રાહકોને થશે ફાયદો:-
અગાઉ ફ્યુઅલ સરચાર્જ 2.45 રૂપિયા હતો. તેમાં 15 પૈસાનો ઘટાડો કરતા 2.30 રૂપિયા ફ્યુઅલ સરચાર્જ રહેશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.75 કરોડ ગ્રાહકોને લાભ થશે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ગ્રાહકોને આશરે રૂપિયા 400 કરોડનો લાભ મળે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે,આની પહેલા જાન્યુઆરી 2024માં પ્રતિ યુનિટે 50 પૈસા ઘટાડો કર્યો હતો. ઓક્ટોબર 2024માં પણ 40 પૈસાનો ઘટાડો કરાયો હતો. અને હવે ફરી એકવાર 15 પૈસા ઘટાડતા PGVCL, MGVCL, UGVCL, DGVCLના ગ્રાહકોને લાભ થશે.