Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

      March 3, 2026

      કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

      February 28, 2026

      કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

      February 27, 2026

      સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

      February 27, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

      March 4, 2026

      હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

      March 3, 2026

      ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

      February 28, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

      February 19, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ચેસની રમતમાં ગુજરાતે આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ ૧૭ જેટલા સુવર્ણ,રજત પદક હાંસલ કર્યા
    ગુજરાત

    ચેસની રમતમાં ગુજરાતે આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ ૧૭ જેટલા સુવર્ણ,રજત પદક હાંસલ કર્યા

    samachar shatakBy samachar shatakJuly 19, 2025No Comments4 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ખેલ મહાકુંભ’ના માધ્યમથી ગુજરાતના છેવાડાના યુવાનોને રમત-ગમત સાથે જોડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે ગુજરાતીઓએ ચેસમાં ‘ગ્રાન્ડ માસ્ટર’ની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં ભારતના ૧૧મા, ગુજરાતના પ્રથમ ‘ગ્રાન્ડ માસ્ટર’ તેજસ બાકરે તથા ભારતના ૩૬મા તેમજ ગુજરાતના દ્વિતિય ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં શાળા કક્ષાએથી જ ચેસ સહિતની અન્ય રમતો માટે ખેલાડીઓમાં જાગૃતિ આવી રહી છે. ચેસની રમત બાળકોમાં ધીરજ, સ્થિતિ સ્થાપકતા અને ખેલદિલી જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખવે છે. ગુજરાતમાં ચેસની રમત માટે એવી જાગૃતિ આવી છે કે, ખેલ મહાકુંભ ૩.૦ માં ચેસની રમતમાં ૯૨ હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આ ઉપરાંત હાલમાં જ રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોને રમત –ગમત ક્ષેત્રે રસ વધે તે માટે ‘સ્પોર્ટ્સ કીટ’ આપવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે,જેમાં ચેસનો પણ સમાવેશ થાય છે.

    ગુજરાતમાં બે ગ્રાન્ડ માસ્ટર થઈ ચૂક્યા છે:-

    ચેસની રમતમાં ગુજરાતમાં અત્યારસુધીમાં બે ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને અંકિત રાજપરા થઇ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર (IM) ફેનિલ શાહ, માનુષ શાહ, તથા મોક્ષ દોશી છે. મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર (WIM) ધ્યાની દવે અને વિશ્વા વાસણવાલા, ફિડે માસ્ટર કુશલ જાની, જીત જૈન, જ્વલ પટેલ અને વિવાન શાહ છે. જેમાંથી વિવાન શાહે એક ઇન્ટરનેશનલ માસ્ટરની ખ્યાતિ મેળવી ઇન્ટરનેશનલ માસ્ટર બનવાનું પ્રથમ સોપાન હાંસલ કર્યું છે. મહિલા ફિડે માસ્ટર ધ્યાના પટેલ (WFM) છે.

    આ ઉપરાંત દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી દર્પણ ઈનાની-૨૦૨૩ પેરા એશિયન ગેમ્સમાં વ્યક્તિગત રમતમાં તથા ટીમમાં સુવર્ણપદક હાંસલ કર્યું હતું તેમજ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી હેમાંશી રાઠીએ પેરા એશિયન ગેમ્સમાં-૨૦૨૨માં કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્લ્ડ ગર્લ્સ સ્કૂલ અંડર-૭ શાળાકીય સ્પર્ધામાં લક્ષ્મી પ્રજ્ઞિકા વાકાએ સુવર્ણ પદક, હાન્યા શાહે વેસ્ટર્ન એશિયન યુથ ચેમ્પિયનશીપ શ્રીલંકામાં સુવર્ણ, રજત તથા કાંસ્ય પદક, અસુદાની રુહાનીરાજ ૧૧ મી એશિયન અમેચ્યોર ચેમ્પિયનશીપ ૨૦૨૪-૨૫માં રજત તથા કાંસ્ય પદક, આશીતા જૈન રાષ્ટ્રીય સબજુનિયર સ્પર્ધા -૨૦૨૪માં રજત પદક, યતિ અગ્રવાલે એશિયન સ્કૂલ ચેમ્પિયનશીપ -૨૦૨૪ ટીમમાં રજત પદક તેમજ જ્વલ પટેલે કોમનવેલ્થ સ્પર્ધા-૨૦૨૪માં સુવર્ણ પદક મેળવી ગુજરાતનું નામ દેશ અને વિશ્વ કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.

    આ ઉપરાંત રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવમાં (SGFI)માં ૨૦૨૪-૨૫માં ૧૪ વર્ષથી ઓછી આયુ અવધિ વાળી ટીમ સ્પર્ધામાં ભાઈઓની ટીમે કાંસ્ય પદક તથા બહેનોની ટીમે રજત પદક પ્રાપ્ત કર્યો હતો. વ્યક્તિગત શ્રેણીમાં અદીત્રી શોમે સુવર્ણ પદક, અર્પિતા પાટણકરે કાંસ્ય પદક, દીના પટેલે રજત પદક તથા જ્વલ પટેલે સુવર્ણ પદક અને મીકદાદે કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્ષ- ૨૦૨૩માં સિનીયર સામૂહિક રાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ગુજરાતની ટીમ દ્વારા કાંસ્ય પદક પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ દર વર્ષે તા. ૨૦ જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે. ૨૦ જૂલાઈ, ૧૯૨૪ના રોજ પેરિસ, ફ્રાંસમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન, દેખરેખ તેમજ વૈશ્વિક સ્તરે ચેસની રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ ‘Every Move Counts’ની થીમ પર ઉજવવામાં આવશે.

    Gujarat is leading in chess International Chess Day July 20th Chess Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025569

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025479
    Don't Miss
    દેશ-વિદેશ

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    By samachar shatakMarch 4, 20260

    ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના માતા-પિતા અને સંબંધીઓ તેમના બાળકોની…

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!
    • હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!
    • તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
    • ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!
    • કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’
    • કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો
    • સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર
    • વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !
    • વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનારનો જાહેરમાં વરઘોડો કાઢ્યો
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં 165 વિદ્યાર્થીઓના મોત થયાનો દાવો..!

    March 4, 2026

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ બંધ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!

    March 3, 2026

    તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

    March 3, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025569
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.