Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

      June 3, 2026

      નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

      May 31, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ

      May 30, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે આ કામ જરૂરી કરાવી લેજો

      May 12, 2026

      તમિલનાડુમાં થલાપતિ વિજય સીએમ બનતા જ 200 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

      May 10, 2026

      તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની 18 જ્યારે કોંગ્રેસની 8 બેઠક પર જીત

      April 28, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર
    ગુજરાત

    ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર

    samachar shatakBy samachar shatakNovember 20, 2025No Comments15 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય, ત્યારે આ ઉજવણી વધુ ‘ગૌરવપૂર્ણ’ બની જાય છે.દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું ‘પાવરહાઉસ’ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, જ્યારે કુલ માછલી ઉત્પાદનમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે.

    આટલું જ નહીં, ગુજરાતની ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા), રિબન ફિશ, કટલ ફિશ અને સ્ક્વિડની માંગ ચીન, યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં પુષ્કળ છે. જેથી રાજ્યના મત્સ્ય ઉદ્યોગે વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરિણામે, ગુજરાતનો દરિયાકાંઠો આજે રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર બન્યો છે.તાજેતરના આંકડાઓ મુજબ, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં દરિયાઈ માછલીનું ઉત્પાદન ૭.૬૪ લાખ મેટ્રિક ટન અને અંતર્દેશીય માછલીનું ઉત્પાદન ૨.૭૮ લાખ મેટ્રિક ટન મળીને ગુજરાતમાં કુલ ૧૦.૪૨ લાખ મેટ્રિક ટનથી પણ વધુ મત્સ્ય ઉત્પાદન નોંધાયું હતું. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વધીને ૧૧ લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો પ્રાથમિક અંદાજ છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વાર્ષિક સરેરાશ ૯.૩૦ લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું છે, જે રાજ્યની જળસંપત્તિની તાકાત દર્શાવે છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે દરિયાકાંઠાના વિકાસને વેગ આપવા અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ક્ષમતાને ઓળખીને ‘બ્લૂ ઇકોનોમી’ની ભારપૂર્વક હિમાયત કરી હતી. ગુજરાતમાં તેમણે નાખેલો મત્સ્યોદ્યોગનો મજબૂત પાયો આજે રાજ્યના વિકાસને ગતિ આપી રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ઘણા અસરકારક પગલાં લીધાં છે. જેમાં ડીઝલ પર વેટમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલ પર સબસિડી, ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી, માર્ગ અને વીજળીના માળખાનો વિકાસ તથા નાના માછીમારો માટે સુધારેલી બંદર સુવિધાઓનો સમાવેશ થાય છે. વધુમાં, માધવડ, નવા બંદર, વેરાવળ-૨ અને સૂત્રપાડા ખાતે ચાર નવા માછીમારી બંદરો પણ વિકસાવવામાં આવી રહ્યા છે.

    મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, સાગરખેડૂઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર માત્ર ઉત્પાદન વધારવા પર જ નહીં, પરંતુ માછીમારોના જીવનધોરણને સુધારવા માટે પણ સતત કાર્ય કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ રહી છે. ગુજરાતની ‘બ્લૂ ઈકોનોમી’ માત્ર રાજ્ય માટે જ નહીં, પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટેનું પણ એક મજબૂત એન્જિન બની છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે પણ માછીમારી સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવા તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આધુનિકીકરણ, ટ્રેસેબિલિટીમાં સુધારો અને મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન પ્રણાલીનું નિર્માણ કરવા ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ સુધીમાં રૂ. ૮૯૭.૫૪ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે પણ ગુજરાતને રૂ. ૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે રાજ્યમાં મત્સ્યઉદ્યોગની પ્રવૃત્તિઓને નોંધપાત્ર વેગ આપશે.

    Gateway to economic prosperity Government of Gujarat Gujarat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025488
    Don't Miss
    ગુજરાત

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    By samachar shatakJune 4, 202635

    અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્ર સરકારના અહેવાલની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે એક…

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026

    વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

    May 30, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !
    • ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો
    • નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ
    • વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ
    • કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ
    • વ્યારાના આઈરીઝ પ્લાઝા કોમ્પલેક્ષના પાછળના ભાગે કેનાલ રોડ પર રમતા હતા જુગાર
    • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન
    • નંદુરબારમાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ તાપીના ઉચ્છલ-નિઝરમાં જાહેરનામું અમલી
    • તાપી જિલ્લા સેવાસદન ખાતે ૧૮મી મે ના રોજ ‘રોજગાર ભરતી મેળો’ યોજાશે
    • તાપી જિલ્લામાં ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વિશેષ લોક અદાલત યોજાશે
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.