ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી સાત દિવસમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને આગામી 13 થી 16 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ગાજવીજ સાથે તેમજ 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ પવનની સાથે સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી છે.
ક્યાં-ક્યાં પડશે વરસાદ ?
રાજ્યાના ક્યા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતાં છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી છે. મહત્વનું છે કે, 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધી 27 ટકા વરસાદ વરસી ચુક્યો છે.