ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે શનિવારે જગદીશ પંચાલની સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ કમલમમાં યોજાયો હતો. જગદીશ પંચાલનું કાર્યકરોએ ગાંધીનગરમાં ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. નરોડા પાટિયા ખાતે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. આ ઉત્સાહભર્યા માહોલમાં ભાજપની મહિલા કાર્યકરોએ ગરબે ઘૂમીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાંથી કમલમ્ પહોંચ્યા હતા અને અહીં ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જગદીશ પંચાલે ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

