છેલ્લાં કેટલાક સમયથી પાકિસ્તાનમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં ઘણી નદીઓ, નાળા અને ડેમ છલકાઈ ગયા છે. આ દિવસોમાં, એક પાકિસ્તાની પત્રકારનો પૂરનું રિપોર્ટિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાવલપિંડીમાં ચાહાન ડેમ નજીક પૂરનું રિપોર્ટિંગ કરતો એક પત્રકાર જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, રિપોર્ટરના ગળા સુધી પાણી જોવા મળે છે. રિપોર્ટર બરાબર એ જ સ્થિતિમાં લાઈવ કવરેજ કરતો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન, પાણીનો પ્રવાહ એટલો ઝડપથી વધ્યો કે તે પોતે પણ વહેવા લાગ્યો હોવાના અહેવાલ છે.
પાકિસ્તાનમાં કુદરતે મચાવી તબાહી:-
A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer
— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025
પાકિસ્તાનમાં 26 જૂનથી સતત પડી રહેલા વરસાદથી લગભગ 116 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત 250થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લાખો લોકો આ દુર્ઘટનાથી પ્રભાવિત થયા છે. આ બધાં વચ્ચે રૂંવાટી ઉભી કરતો વીડિયો અલ અરેબિયા ઈંગ્લીશ દ્વારા તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં, રિપોર્ટર હાથમાં માઈક પકડેલો જોવા મળે છે. જોકે, તેનું આખું શરીર પૂરના પાણીમાં છે અને ફક્ત ગરદન જ દેખાય છે. પૂરના લાઈવ કવરેજમાં, રિપોર્ટરનું માથું અને માઈક પકડેલો હાથ જ દેખાય છે.
પત્રકાર પાણીમાં તણઈ ગયો :-
વીડિયોમાં આગળ જોવા મળ્યું કે રિપોર્ટિંગ દરમિયાન, પાણીનો પ્રવાહ અચાનક એટલો વધી ગયો કે પત્રકાર ધીમે ધીમે પાણીમાં વહેવા લાગ્યો હતો. વાયરલ દ્રશ્યે બધાને ચોંકાવી દીધા છે. જ્યાં ઘણા લોકો પત્રકારના જુસ્સા અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો તેમના જીવને જોખમમાં મૂકવા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સારું, આ પત્રકાર કઈ ચેનલ માટે કામ કરે છે તેની પુષ્ટિ થઈ નથી.