૧૨૮ વર્ષ પછી લોસ એન્જલસ ઓલિમ્પિક ૨૦૨૮માં ક્રિકેટનું પુનરાગમન થવાની શક્યતાઓ જણાઈ રહી છે. ઓલિમ્પિક ૨૦૨૮માં ટી-૨૦ ફોર્મેટમાં ક્રિકેટ રમાડવામાં આવશે. ઓલિમ્પિક્સની આયોજક સમિતિએ ક્રિકેટ મેચોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ઓલિમ્પિકમાં ૬ પુરુષો અને ૬ મહિલા ટીમો ભાગ લેશે. બધી ક્રિકેટ મેચો લોસ એન્જલસથી લગભગ ૫૦ કિલોમીટર દૂર આવેલા પોમન ફેરપ્લેક્સ ખાતે યોજાશે તેવી માહિતી હાલ મળી રહી છે.
આ દિવસથી મેચ શરૂ થશે
૨૦૨૮ ઓલિમ્પિકમાં ૧૨ જુલાઈથી ક્રિકેટ શરૂ થશે. ૧૨ થી ૧૯ જુલાઈ દરમિયાન પુરુષો અને મહિલા ટીમોની મેચો રમાશે. ત્યાર બાદ મહિલા ટીમનો મેડલ મેચ ૨૦ જુલાઈએ અને પુરુષોની ટીમનો મેડલ મેચ ૨૯ જુલાઈએ રમાડવામાં આવશે.
૬ ટીમો ભાગ લેશે, ભારત રમશે કે નહીં?
૨૦૨૮ ઓલિમ્પિકમાં ૬ પુરુષો અને ૬ મહિલા ટીમો ભાગ લેશે. દરેક ટીમમાં 15 ખેલાડીઓની પસંદગી થઈ શકે છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે કઈ 6 ટીમો ઓલિમ્પિકનો ભાગ બનશે. 17-20 જુલાઈ દરમિયાન સિંગાપોરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની વાર્ષિક પરિષદમાં ક્વોલિફિકેશન પ્રક્રિયા પર ચર્ચા થઈ શકે છે. એક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ટીમ રેન્કિંગના આધારે ક્વોલિફાય થઈ શકે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ અંગે અટકળો પણ વેગ પકડી છે. જો ક્વોલિફાય ટુર્નામેન્ટ હોય, તો કેટલાક એસોસિયેટ દેશો પણ તેમાં ભાગ લઈ શકે છે. ક્વોલિફિકેશન પ્રક્રિયા નક્કી થયા પછી જ ખબર પડશે કે ભારતીય ટીમ રેન્કિંગના આધારે સીધી ક્વોલિફાય થશે કે પછી તેને ક્વોલિફાય ટુર્નામેન્ટ રમીને સ્થાન બનાવવું પડશે.
128 વર્ષ પહેલા ક્રિકેટમાં મેડલ જીત્યો હતો:-
ક્રિકેટમાં 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં વાપસી કરી રહ્યું છે. અગાઉ 1900માં ઓલિમ્પિકમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ગોલ્ડ મેડલ માટે મેચ થઈ હતી. બે દિવસ સુધી ચાલેલી આ મેચમાં, ગ્રેટ બ્રિટને ફ્રાન્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.