કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કુકરમુંડા પોલીસે પકડી પાડ્યો હતો. વાહન ચેકિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રવી હરીયાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જનકકુમારને સંયુક્ત રીતે બાતમી મળતા ટાટા કંપનીની અલ્ટ્રોઝ ફોર વ્હિલર ગાડી નંબર GJ-19-BE-7940 ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલ બંધ બોટલની કુલ સંખ્યા 1706 મળી હતી.
જેની કિંમત અંદાજે 3,48.620 માનવામાં આવે છે. આ ઉપરાંત ટોટલ કુલ મુદ્દામાલ 6,73,620 જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ મુકેશભાઈ ભાસ્કરભાઈ તથા રાજન નવલપ્રસાદ મિશ્રા વિરુદ્ધ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અનિલભાઈ અને આસીફ અલી ઉર્ફે અસરફ અલી મોગલને વોન્ટેડ જાહેર કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


