સ્વાતંત્ર્ય સેનાની જન નાયક ધરતીઆબા બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિતે ભવ્ય અને દિવ્ય ઉજવણી ભરૂચ જિલ્લાના નેત્રંગમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પોતાના પહેરવેશમાં સભા સ્થળે હાજર રહ્યા હતા.
ડ્રોન શોટ્સનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ:-
भगवान बिरसा मुंडा जी को नमन 🙏
भगवान बिरसा मुंडा जी की 150 वीं जयंती पर गुजरात के भरूच के नेत्रँग में हुए विशाल आयोजन में AAP MLA व आदिवासी नेता @Chaitar_Vasava जी शामिल हुए 🙌 pic.twitter.com/ZX577L8nBz
— AAP (@AamAadmiParty) November 16, 2025
અત્યારે એક સોશ્યિલ મીડિયામાં એક વીડિયો ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં લાખો લોકો ચૈતર વસાવાની સભામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સાફ-સાફ દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં તાપી, નવસારી, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ સહિત અન્ય રાજ્યના લોકો પણ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય રાજ્યના લોકો પણ ચૈતર વસાવાની જાહેર સભામાં હાજર રહ્યા હતા.

