વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોડના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઈ આનંદજી ચેમા, પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અરવિંદ નાઓને મળેલી બાતમીના આધારે સોનગઢ નવા આર.ટી.ઓ પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ ઘાતકીપણાનો કાયદો 1960ની કલમ 11-(ડી),(એફ)(એચ) તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ-6(ક-1), 6(ક-3),8 (4) તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2015ના રૂલ્સ નંબર 125(ઈ) તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-324(4) 281 મુજબના ગુનામાં સંડોવાયેલો અને નાસતો-ફરતો આરોપી સકીલ સફી કુરેશીને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સની વધારે પૂછપરછ માટે સોનગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફના માણસો
પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી રાવલ LCB
એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ
એ.એસ.આઈ જયેશ લિલકીયા
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રિવન્દ્ર મહેન્દ્ર
હેડ કોન્સ્ટેબલ લેબજી પરબત
પોલીસ કોન્સ્ટેબલ રાજીશ ગોપાળ
પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અરવિંદ

