વ્યારા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને LCBની ટીમે સકંજામાં લીધો છે. એ.એસ.આઈ ધર્મેશભાઈ મગનભાઈ થતાં પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈ સ્ટીવસનને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વ્યારા તાલુકાના ડોલારા ગામના ત્રણ રસ્તા પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં એટલે કે, ઈ.પી.કો.ની કલમ 406,409,420,34 અને 120 (બી) તથા જી.પી.આઈ.ડી એક્ટ 2003ની કલમ-3 મુજબના ગુનાના કામે સંડોવાયેલો અને નાસતો-ફરતો આરોપી અનિલભાઈ ગમનભાઈ ગામીતને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર LCB સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી:-
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
એ.એસ.આઈ ધર્મેશભાઈ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ
પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવનસન
પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ જાલમસિંહ, આ તમામ LCB અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના માણસોએ કામગીરી કરી આ ફરાર અને ભેજાબાજ શખ્સને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે.

