ફિલ્મોમાં એક ડાયલોગ છે કે “પૈસા બહુત બડી ચીજ હૈ” પૈસા હૈ તો સબકુછ હૈ આવા બધાં ડાયલોક આપણાને સાંભળવા મળતા હોય છે. આવી જ એક સ્ટોરી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી સામે આવી છે. થોડા દિવસો પહેલા યુપીની રાજધાની લખનૌમાં એક આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ધંધામાં ઉઝબેકિસ્તાન અને થાઈલેન્ડની છોકરીઓ સામેલ હોવાની માહિતી મળી રહી છે. હવે આ સંગઠિત નેટવર્કના સ્તરોનો પર્દાફાશ થઈ રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે આ રેકેટની મુખ્ય સૂત્રધાર લોલા કાયુમોવાએ પોતાને NRI જાહેર કરીને સ્થાનિક ઓળખપત્ર બનાવ્યું હોવાની માહિતી સામે આવી છે.
પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો:-
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે લોલા 49 વર્ષની છે. પરંતુ તેણે 29 વર્ષની દેખાડવા માટે તેના ચહેરા, હોઠ, અંડરઆર્મ્સ અને પ્રાઈવેટ પાર્ટ્સમાં સર્જરી કરાવી છે. તેણીએ પોતાના પ્રાઈવેટ પાર્ટ્સ પર સાત વખત સર્જરી કરાવી છે. આ બધી સર્જરી લખનૌના એક ડૉક્ટર દ્વારા કરવામાં આવી હતી જેના પર આ સેક્સ રેકેટનો આરોપ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઉઝબેકિસ્તાનની બે યુવતીઓ, હોલિડા અને નિલોફર, લખનૌના સૌથી પોશ વિસ્તાર હઝરતગંજમાં ઓમેક્સ એપાર્ટમેન્ટ્સમાં દરોડા દરમિયાન પકડાઈ ગઈ હતી. આ બંને ડૉ. વિવેક ગુપ્તાના નામે નોંધાયેલા ફ્લેટમાં રહેતી હતી. ડૉ. વિવેક મિનર્વા ક્લિનિકમાં પ્લાસ્ટિક સર્જન છે અને તેમણે લોલા પર બધી સર્જરી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરીઓને યુવાન અને આકર્ષક બનાવવા માટે ચહેરા, હોઠ અને અંડરઆર્મ્સનું ઓપરેશન કરવામાં આવતું હતું. જેથી કરીને સૈક્સ માટે આવતા લોકોને ‘રશિયન લુક’ મળી રહે.
લોલા કાયુમોવા નેપાળ થઈને ભારત આવી હતી
ઉઝબેકિસ્તાનની રહેવાસી લોલા 2013માં નેપાળ થઈને ભારત આવી હતી. અહીં દિલ્હી એનસીઆરમાં, એક એજન્ટે તેને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દીધી હતી. આ સમય દરમિયાન તેણે લખનૌમાં ટ્રિઝિન ઉર્ફે અર્જુન નામના એક કથિત પત્રકારને મળી અને પછી તેણે પોતાનું નેટવર્ક વિસ્તૃત કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, લોલા અને ટ્રિઝિન સાથે રહેતા હતા અને તેમના એપાર્ટમેન્ટથી શરૂ થયેલો આ ગેરકાયદેસર ધંધો ખૂબજ ઝડપથી સમગ્ર શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લોલા અને ડૉ. વિવેક ગુપ્તા થાઈલેન્ડમાં મળ્યા હતા. જ્યાંથી તેમના સંબંધો શરૂ થયા હોવાનું માનવામાં આવે છે. બાદમાં લખનૌમાં, ડૉ. ગુપ્તાએ માત્ર લોલા પર જ નહીં પરંતુ અન્ય છોકરીઓ પર પણ પ્લાસ્ટિક સર્જરી કરી હતી. ડૉક્ટર પોતે ક્લાયન્ટ તરીકે સામેલ હતા અને છોકરીઓ માટે ગ્રાહકો લાવતા હતો હોવાની માહિતી પણ સામે આવી છે. હાલ તો પોલીસે વિવિધ પુરવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.