ગીર સોમનાથના આમોદ્રા ગામે દીપડો ઘરમાં ઘૂસી જતા હાહાકાર મચી ગયો છે. વહેલી સવારે દીપડો શિકારની શોધમાં નીકળ્યો હતો. જે શિકારની શોધમાં ઘરમાં ઘૂસી ગયો હતો. અને રસોડામાં છૂપાયને બેઠો હોવાની માહિતી મળી રહી છે. મહાકાય દીપડો ઘરના પાછળના ભાગેથી ઘરના રસોડામાં ઘૂસ્યો હોવાની ઘર માલિકે જણાવ્યું હતું. જ્યારે ઘર માલિકે દરવાજો ખોલ્યો ત્યારે દીપડાએ ઘર માલિક પર હુમલો કર્યો હતો.
મકાન માલિકને પહોંચી ઈજાઓ:-
દીપડાના હુમલાથી મકાન માલિકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ વન-વિભાગને થતાં વન-વિભાગની ટીમ આમોદ્રા ગામે આવી પહોંચી હતી. તેમજ ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગ દ્વારા બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો હતો. પાંજરે પુરાયેલા દીપડાને વન વિભાગ દ્વારા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતકો. આમોદ્રા આસપાસના વિસ્તારોમાં છેલ્લાં અનેક સમયથી દીપડાઓ ફરતા હોવાથી ગ્રામજનોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા પણ પુરતી કામગીરી નહીં કરાતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.