તાપી ક્રાઈમ બ્રાન્ચે હ્યુંડાઈ ક્રેડા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સહિત કુલ 12,36,144નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલને ખાનગી રીતે બાતમી મળી હતી કે, સોનગઢ ફાટા ત્રણ રસ્તા તરફથી એક સફેદ કલરની ક્રેડા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-06-JM-1191માં ઈગ્લિંશ દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ આવે છે. તેવી ચોક્સ બાતમીના આધારે હિંદલાથી સોનગઢ તરફ જવાના રોડ ઉપર જામખડી ગામની સીમમાં સ્વામીનારાયણ મંદિરની સામે નાકાબંધી કરી હતી. આ દરમ્યાન હિંદલા તરફથી બાતમી અને હકીકતવાળી સફેદ કલરની ક્રેડા ગાડી આવતા તેનો રોકી ચેક કરતા કારના પાછળના ભાગે ઈગ્લિંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:-
(1) આરીફ યુનુસ મલેક રહેઠાણ, ખાડી ફળિયું કુંભારીયા ગામ બોબ્મે માર્કેટ, સુરત
(2) પરવેશ સુરેશ નાયકા રહેઠાણ, વાંકાનેદા ગામ, હળપતિ નિવાસ પલસાણા,સુરત
નાઓએ પોતાના કબજાની સફેદ કલરની કારમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઈગ્લિશદારૂના કુલ બોક્ષ 67 જેમાં અંદાજે ટીન નંગ 2664 જેની કુલ કિંમત 7,26,144 જ્યારે મોબાઈલ નંગ બે જેની અંદાજે કિંમત 10,000 આમ કુલ મળીને 12.36,144નો મુદ્દામાલ સાથે બે આરોપીઓની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓની વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી એલ.સી.બી
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહીર,પેરોલ ફર્લો સ્કોર્ડ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ
એ.એસ.આઈ જગદીશ જોરારામ
એ.એસ.આઈ જયેશ લીલકીયા
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
એ.એસ.આઈ. આનંદ ચેમાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગમ્બર
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્ર
આ તમામ પોલીસ સ્ટાફના કર્મચારીઓએ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારા શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


