મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. અજિત પવાર 66 વર્ષના હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો અજિત પવાર અને તેમની સાથે અન્ય પાંચ લોકો પ્લેનમાં સવાર હતા. બુધવારે સવારે 8:45 વાગ્યાની આસપાસ બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું. પ્રાથમિક અહેવાલ મુજબ, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. પ્લેનમાં અજિત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ સહિત 5 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી રહી છે.
અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર અજિત પવાર મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી ગયા હતા. ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અજિત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં 4 સભાઓને સંબોધિત કરવા જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પવારના પરિવારના સભ્યો તેમના મુંબઈ નિવાસસ્થાન માટે રવાના થઈ ગયા છે. PlaneCrash

