અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટે 14 પાનાનું નોટિફિકેશન જાહેર કરી મોટા ધરખમ ફેરફાર કર્યાં છે. નવા નિયમ પ્રમાણે હવે કોઈપણ કેસમાં સિનિયર વકીલો નહીં માંગી શકે મુદત, કેસના મેન્શનિંગ અને મુદત હવેથી જુનિયર વકીલો જ કરી શકશે તેવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
45 વર્ષથી ઓછી ઉંમરના વકીલનને સિનિયર વકીલની પદવી નહીં મળે, સિનિયર વકીલની પદવી માટે 45 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.હાઈકોર્ટ દ્વારા નામિત સિનિયર વકીલો કેસમાં મુદ્દત માટે નહીં કરી શકે મેન્શનિંગ.. ખાસ કરીને બારમાં 3 વર્ષથી ઓછો અનુભવ ધરાવતા 2થી 3 જુનિયર વકીલોને સિનિયર વકીલોએ સાથે રાખી માર્ગદર્શન કરવું પડશે તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.