સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લાં ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને તાપી લોકલ ક્રાઈમ અને તાપી પેરોલ ફ્લો સ્કોર્ડ ઝડપી લીધો છે. તાપી એલ.સી.બી અને તાપી પેરોલ સ્કોર્ડના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ જાલમસીંગ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈને સંયુક્ત રીતે બાતમી મળતા સોનગઢના આરટીઓ પાસેથી દારૂના ગુનામાં છેલ્લાં ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરેશ ઉર્ફે સૂર્યો ડોન દુબળા ઈશ્વર ગાવીતને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સ સામે વધુ કાર્યવાહી અને વધુ તપાસ કરવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
એ.એસ.આઈ જગદીશ જોરારામભાઈ
એ.એસ.આઈ જયેશ લીલકીયભાઈ
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ
પોલીસ કોન્સ્ટેબલ અરૂણ જાલમસિંગ
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામાભાઈ
પેરોલ ફર્લો સ્કોડના માણસો:—–
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિંગબરભાઈ
પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજીભાઈ


