સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કમલ 303(2) મુજબનો ગુનો રજીસ્ટર થયો હતો. જે કામને લઈ એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડના તમામ પોલીસના માણસોએ પોતાના ખાગની બાતમીદારો રોકેલા હતા. સાથે સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ તથાં પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, ઉપરોક્ત ગુનાનો આરોપી વ્યારા શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે હાજર છે. જેવી યોગ્ય બાતમી મળતા વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી અરબાઝ બસીર અને તેનો મિત્ર શેહબાઝ સઈદ શેખની અટકાયત કરી હતી. જે બાદ પૂછપરછ કરતા આજથી એકાદ મહીના પહેલા મહારાષ્ટ્રના ધુલીયાથી બસમાં બેસીને સુરત આવતા હત્યા ત્યારે સાંજના સમયે બસ સોનગઢના આર.ટી.ઓ પાસે એક હોટલ પર ઊભી રાખી હતી ત્યારે એક ટ્રકમાંથી ઓપો કંપનીનો મોબાઈલ ફોનની ચોરી કરી હતી.
અને ચોરીનો ફોન અરબાઝ બસીર શેખને 3000માં આપી દેવાની વાત કરી હતી. મોબાઈલ ફોન પર પાસવર્ડ હોવાથી અલગ-અલગ પાસવર્ડ નાખી ખોલવાની કોશિષ કરી હતી. બાદમાં મોબાઈલ પાસવર્ડ ખુલી જતા તેમાં રહેલા રૂપિયા ટ્રન્સફર કરી અડધા-અડધા વેચી લેવાનું નક્કી કર્યું હતું. આ મુદ્દે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે તપાસ હાથ ધરી ભેજાબાજ શખ્સોને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.
કામગીરી કરનાર સ્ટાફ:-

પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ જયેશભાઈ લીલકીયા
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવસન
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ
આ તમામ પોલીસની ટીમે દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. અને ગુનો આચરી ફરાર થયેલા ભેજાબાજોને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

