સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના કેસમાં સંડોવાયેલો અને છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લીધો છે. પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહને સંયુક્ત રીતે સુરત ખાતેથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે નોધાયેલી ફરિયાદની કલમ બી.એન.એસ.કલમ 336,(2),338,334,(2)318,(4),61 તથા આઈ.ટી એક્ટ કલમ 66 (ડી) મુજબના ગુનામાં સંડોવાયેલો આરોપી દિલીપ મગનભાઈ વિરાણીને ઝડપી લીધો હતો. આરોપીને વધારે પૂછપરછ અને તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચણી.એલ.સી.બી
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળભાઈ
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બટુકભાઈ
આ તમામ LCB અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. અને છેલ્લાં બે વર્ષથી ફરાર શખ્સને ઝડપી પાડી વણ ઉકેલાયેલો ગુનો ઉકેલી નાખ્યો છે.

