સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ સમાજ ખેતી અને પશુપાલન પર વધુ નિર્ભર હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ એટલે ખેડૂતો માટે ઉમંગનો સમય અને આ સમયે ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતી કરતા હોય છે. અને ખેતીના વધુ ઉપજ લાવા માટે ખાતરની જરૂર પડતી જ હોય છે. ત્યારે આ સમયે સુરત જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતામાં મૂકાય ગયા છે.
ખેડૂતોના સહયોગી સાથી તરીકે શનિવારે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતરના અછતને કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે માંડવી બસ સ્ટેશનથી ખાતરને શ્રદ્ધાંજલિ આપી થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને વહેલી તકે યોગ્ય પ્રમાણમાં ખાતર મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી.