આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસો ફરી વધી ગયો છે. ફરી એકવાર ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણીમાં બુધવારે તારીખ તારીખ પડતા હવે 28 ઓગસ્ટ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ફરિયાદીના સરકારી વકીલે એફિડેવિટ માટે સમય માંગ્યો હોવાથી મુદ્દત પડી છે.
હવે 28 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે
ચૈતર વસાવાની અરજી પર તારીખ પડી જતા હવે 28 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. પરંતુ વારંવાર તારીખ પડી જતા ચૈતર વસાવાની અરજી પર સુનાવણી થતી નથી. મહત્વનું છે કે,ચૈતર વસાવાને જામીન અપાય તો સમાજમાં ખોટો મેસેજ જશે તેવું સરકાર તરફથી કહેવામાં આવ્યું હોવાની માહિતી પણ મળી રહી છે.