અફઘાનિસ્તાનમાં રવિવારે આવેલા ભૂકંપમાં ૮૦૦થી વધુ લોકોનાં મોત થયાં હોવાની ઘટનાએ સમગ્ર વિશ્વામાં હાહાકાર મચાવી ધીધો છે. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. કુનાર પ્રાંતમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૦ માપવામાં આવી હતી. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા ભૂકંપ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનને શક્ય તમામ મદદ પૂરી પાડશે.
Spoke with Afghan Foreign Minister Mawlawi Amir Khan Muttaqi today. Expressed our condolences at the loss of lives in the earthquake.
Conveyed that India has delivered 1000 family tents today in Kabul. 15 tonnes of food material is also being immediately moved by Indian Mission… pic.twitter.com/whO2iTBjS8
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 1, 2025
અફઘાનિસ્તાનમાં આટલા બધાં ભૂકંપ કેમ આવે છે?
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ૩૧ ઓગસ્ટના રોજ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૧:૪૭ વાગ્યે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં ૬.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૨૭ કિલોમીટર દૂર અને આઠ કિલોમીટરની ઊંડાઈએ હતું. અફઘાનિસ્તાન ભૂકંપ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે, કારણ કે તે અનેક ફોલ્ટ લાઇનોથી ઉપર સ્થિત છે. ભારતીય અને યુરેશિયન પ્લેટો અહીં મળે છે. પૂર્વીય અફઘાનિસ્તાનનો પર્વતીય ભૂપ્રદેશ પણ ભૂસ્ખલન માટે સંવેદનશીલ છે, જેના કારણે કટોકટીમાં બચાવ કામગીરી હાથ ધરવી મુશ્કેલ બને છે.
અફઘાનિસ્તાનમાં ભૂતકાળમાં પણ ભૂકંપે વિનાશ સર્જ્યો છે
તાલિબાન સરકારે બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપને કારણે સેંકડો ઘરો કાટમાળમાં ધસી ગયા હતા. ગયા વર્ષે પશ્ચિમ ભાગમાં આવેલા ભૂકંપમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.આ અગાઉ, 7 ઓક્ટોબર, 2023 ના રોજ, 6.3 ની તીવ્રતાનો ભૂકંપ અફઘાનિસ્તાનમાં આવ્યો હતો. તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે આ કુદરતી આફતમાં ઓછામાં ઓછા 4,000 લોકો માર્યા ગયા હતા.