પર્યાવરણ રત્ન 2025માં મુકેશભાઈ મહેશચંદ્ર શાહ અને બિન્દુ બેન બી.દેસાઈને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સંઘર્ષમય પરિસ્થતિમાં મુકેશભાઈ અને બિન્દુબેન બી. દેસાઈએ સામાજીક જાગૃતિ, રાષ્ટ્રીય ચેતના-સંવર્ધનની સાથે-સાથે હાલના સમયની જરૂરીયાત સમા પર્યાવરણનું ક્ષેત્ર, શૈક્ષણિક જળ સંચય અને આરોગ્ય અંગેની જાગૃતિ માટે આપની દક્ષતા નિ:સ્વાર્થ ભાવે પ્રદાન કરો છો તે બાબતની નોંધ લઈ “ગંગા સમગ્ર તાપી પ્રાંત” ગુજરાત દ્વારા આપને ” પર્યાવરણ રત્ન-2025″થી સન્માનિત કરવામાં આવે છે.
આ સન્માન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપ સદાય યશસ્વી રહો એવી શુભેચ્છાઓ પણ પાઠવામાં આવી છે.
મુકેશભાઈ અને બિન્દુબેન. બી.દેસાઈ વિશે,, મારા અનુભવ વિશે થોડી વાત કરૂ તો, મુકેશભાઈ અને બિન્દુબેને ખાસ કરીને સોનગઢથી મંગલદેવ, સાદડુન જેવા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી છે. મુકેશભાઈ અને બિન્દુબેનના હિંદલા આવ્યા પછી આ વિસ્તારમાં શિક્ષણના બીજ રોપાયા હતા. અને આજે એજ શિક્ષણના બીજ દેશના ખુણે-ખુણે ઉગી નીકળ્યા છે. તે પછી પોલીસ ખાતુ હોય, શિક્ષણ વિભાગ હોય કે પછી પત્રકારત્વનું ક્ષેત્ર હોય મુકેશ ભાઈ અને બિન્દુબેનના હાથ નીચે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ આજે ગુજરાત સરકાર તેમજ ખાનગી કંપનીઓમાં પણ નાની-મોટી નોકરીઓ કરી પોતાનું જીવન ધોરણ ગુજારી રહ્યા છે. તેમજ કેટલાક વિદ્યાર્થીઓ નાનો-મોટો બિઝનેસ પણ કરી રહ્યા છે.
મુકેશભાઈ અને બિન્દુબેન રિટાયરમેન્ટ થયા પછી પણ સતત આદિવાસી વિસ્તારમાં કામ કરી રહ્યા છે. જે પછી શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી આરોગ્યના ક્ષેત્રમાં સતત કાર્યશીલ છે. મુકેશભાઈ વિશે વાત કરૂ તો, મુકેશભાઈ સ્વભાવે કડક હતા. પણ તેમની ભણાવાની સ્ટાઈલ આજે પણ યાદ આવે છે. મુકેશભાઈને જ્યારે ગુસ્સો આવે અને કોઈપણ વિદ્યાર્થીને થોડા ઉંચા અવાજથી બોલે તો.. બિન્દુબેન ગમે ત્યાં હોય તરત વિદ્યાર્થી પાસે આવી જાય અને “બેટા” કહીને સમગ્ર વાતાવરણ શાંત કરી દેતા.. બિન્દુબેન તમે દરેક વિદ્યાર્થીને “બેટા” કહીને બોલાવતા એ આજે પણ યાદ આવે છે. દિલથી મુકેશભાઈ અને બિન્દુબેન તમે ખરેખરે આ સન્માન માટે હકદાર છો. તમે કરેલા કામની નોંધ લેવાઈ અને આજે તમને પર્યાવરણ રત્નથી સન્માન કરવામાં આવ્યા. ભવિષ્યમાં પણ આનાથી મોટું સન્માન આપના કામની મળે તેવી આશા સાથે આભાર..