ગુજરાતના નવા મંત્રીઓને જિલ્લાના વહીવટ માટે કામગીરી સોંપવામાં આવી.. DyCM હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાના પ્રભારી બનાવામાં આવ્યા છે.. જ્યારે કનુ દેસાઈને સુરત અને નવસારીના પ્રભારી બનાવામાં આવ્યા.. તો આ તરફ જીતુ વાઘાણીને રાજકોટ અને અમરેલીના પ્રભારી બનાવામાં આવ્યા..
આ ઉપરાંત રાજ્યના બીજા મંત્રીઓને પણ જિલ્લાઓના પ્રભારી બનાવાયા છે.. ખાસ કરીને કેબિનેટ મંત્રીઓને 3 જિલ્લાઓનો પ્રભાર સોપવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓને જિલ્લાનો પ્રભાર સોપવામાં આવ્યો છે. ગુજરાતમાં સુવ્યવસ્થિત વહીવટ ચાલે તેના માટે જવાબદારી સોંપવામાં આવી.
સાથે જ રાજ્ય કક્ષના રમત-ગમ્મત મંત્રી ડૉ.જયરામ ગામીતને ડાંગ જિલ્લાના પ્રભારી બનાવમાં આવ્યા છે. જ્યારે રમેશ ભુરાભાઈ કટારાને પંચમહાલ જિલ્લાના પ્રભારી બનાવ્યા છે.



