ગુજરાત રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાઓનો કુખ્યાત અને વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાહીલ પઠાણને નિઝર પોલીસે ઝડપી લીધો છે. પોલીસ સકંજામાં આવેલા શખ્સને તારીખ 08/07/2024ના રોજ અટક કરી નામદાર કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ નામદાર સેશન્સ કોર્ટ તરફથી જરૂરી શરતોને આધીન જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, આરોપી સામે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં BNS-203ની કલમ 281, 125(એ) તથાં બારડોલી પોલીસ સ્ટેશનમાં BNS-કમલ 309(4),54 મુજબના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના જામીન નામદાર સેશન્સ કોર્ટ તાપીએ રદ કરતા આરોપીનો ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. જેથી આરોપી સાહિલ ઉર્ફે સલીમ પઠાણ નાસતો ફરતો હતો.
બામતી મળતા આરોપી ઝડપાયો:-
આરોપી ફરાર હોવાથી તેની તપાસ ચાલી રહી હતી આ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અરવિંદને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આરોપી સાહિલ ઉર્ફે સીલમ પઠાણ મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવના ભુસાવલ ખાતે હોટલમાં રોકાયો છે. તેવી બાતમી મળતા ચોક્કસ હકીકત અને બાતમી વાળી જગ્યાએ એ.એસ.આઈ આદિત્ય ભરત, પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અરવિંદ, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વિરાજસિંહ ધનશ્યામસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ મસાનાએ સ્થાનિક પોલીસની મદદથી આરોપી સાહિલ ઉર્ફે સલીમ પઠાણને ઝડપી લીધો હતો.
આરોપી સામે નોંધાયેલા ગુનાઓનું લીસ્ટ:-
ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન,B.N.S 2023ની કલમ 308(2) (5) 54,310(1) (2),104
બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન B.N.S 2023ની કલમની કમલ-115(2),140,(2),310,(2).54 થતા 54 જી.પી.એક્ટ-135
નિઝર પોલીસ સ્ટેશનમાં B.N.Sની કલમ 309(6),311,127(2),115(2),351(3),3(5) જી.પી.એક્ટ કલમ(3) આ ઉપરાંત, ઉમરા પોલીસ સ્ટેશન, સચીન પોલીસ સ્ટેશન, મહિધરપુરા પોલીસ સ્ટેશન,પુણા પોલીસ સ્ટેશન, ખટોદારા પોલીસ સ્ટેશન, નવસારી પોલીસ સ્ટેશન, ડિંડોલી પોલીસના ગુનાની કબૂલાત કરતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કામગીરી કરનાર પોલીસની ટીમ:—

પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.જાદવ
એ.એસ.આઈ આદિત્ય ભરત
હેડ કોન્સ્ટેબલ જગદીશ રામસિંગ
પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અરવિંદ
પોલીસ કોન્સ્ટેબલ સંતવાન ગોમા
પોલીસ કોન્સ્ટેબલ યતીન શ્રાવણ
પોલીસ કોન્સ્ટેબલ મુકેશ સેંઘાજી
પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ
પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ મસા
પોલીસ કોન્સ્ટેબલ મનોજ વિરસંગ
આ તમામ પોલીસ સ્ટાફના માણસોએ આ કામગીરી કરી હતી. અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. પકડાયેલા આરોપી સામે સુરત, બારડોલી, ગોધરા, અને નિઝર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હતા.