ગુજરાતમાં સોમવારે શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી બે ઘટનાઓ સામે આવી છે. વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શહેરની MS યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ ચેનચાળા કરવાનો વીડિયો વાયરલ થયો છે.અંહી ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને કર્યું ચુંબન હતું. અશ્લિલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
યુવક-યુવતી સામે થશે કાર્યવાહી:-
ઘટના સામે આવ્યા બાદ અશ્લીલ ચેનચાળો કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.બંન્ને યુવક-યુવતીની ભાળ મળતાં જ તેમને સસ્પેન્ડ કરાશે. એમએસ યુનિવર્સિટીએ આ ઘટનાને નિંદનીય ગણાવી છે. આ ઉપરાંત મોબાઈલથી વીડિયો ઉતારનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને અપાશે નોટિસ.
વિદ્યાર્થી સંગઠને વિરોધ નોંધાવ્યો:-
ચેનચાળા કરનાર સામે પગલા લેવાની વિદ્યાર્થી સંગઠન દ્વારા માગ કરવામાં આવી છે.વીડિયો ઉતારનાર વિદ્યાર્થીઓ સામે પગલા ન લેવા માગ કરવામાં આવી છે.વિદ્યાર્થી સંગઠનને વર્ગખંડમાં સીસીટીવી શરુ કરવાની માગ કરી છે. ગંદી હરકતનો વીડિયો વાયરલ થયા બાદ આ વીડિયોની ચારેકોર ચર્ચા થઈ રહી છે.


